લદાખ: ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝડપ, ભારતીય સેનાના 3 જવાન શહીદ

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન લદાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે રાતે હિંસક ઝડપ થઈ. આ ઝડપમાં ભારતીય સેનાના એક ઓફિસર સહીત 2 જવાન શહીદ થયાં. 

લદાખ: ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝડપ, ભારતીય સેનાના 3 જવાન શહીદ

નવી દિલ્હી: ભારત-ચીન (India-China) વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન લદાખ (Ladakh) માં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે રાતે હિંસક ઝડપ થઈ. આ ઝડપમાં ભારતીય સેનાના એક ઓફિસર સહીત 2 જવાન શહીદ થયાં. LAC પર ઝડપ બાદ ચીન તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવાયું કે ભારત સાથે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવામાં આવશે. 

નથી થયું ફાયરિંગ
સેના પાસેથી મળેલી જાણકારી મુજબ LAC પર કોઈ ગોળી ચાલી નથી. ફક્ત હિંસક ઝડપ થઈ છે. આ ઝડપમાં ભારતીય સેનાના એક કમાન્ડિંગ ઓફિસર સહિત બે જવાન શહીદ થયા. ચીનના સૈનિકોને હટાવવા દરમિયાન હિંસક ઝડપ થઈ. ભારતીય સેના તરફથી અધિકૃત રીતે નિવેદન બહાર પાડવામાં આવ્યું. જે મુજબ ગલવાન ઘાટીમાં સોમવારે રાતે ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ. આ દરમિયાન ભારતીય સેનાના એક ઓફિસર અને બે જવાન શહીદ થયાં. બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાલ મામલાને શાંત કરવા માટે મોટી બેઠક યોજી રહ્યાં છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

ગલવાન ઘાટીમાં 6 જૂનની બેઠક બાદ સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા ચાલુ હતી. 6 જૂનના રોજ કોર કમાન્ડરોની બેઠક થઈ હતી. જેમાં નક્કી થયું હતું કે સૈનિક પાછળ હટશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ચીની સૈનિકો પાછળ હટવા માટે તૈયાર ન હતાં. ચીની સૈનિકોને પાછળ હટાવવા દરમિયાન ઝડપ થઈ.

જુઓ LIVE TV

રક્ષામંત્રીએ ત્રણેય સેના પ્રમુખો સાથે કરી બેઠક
ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લદાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સોમવારે મોડી રાતે હિંસક ઝડપ થઈ જેમાં ભારતીય સેનાના એક કમાન્ડિંગ ઓફિસર અને બે જવાન શહીદ થયાં. આ ઘટના બાદ એક હાઈ લેવલની બેઠક થઈ છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે સેનાની ત્રણેય પાંખના વડા હાજર હતાં. આ ઉપરાંત CDS જનરલ બિપિન રાવત અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં હાજર હતાં. આ બેઠક બાદ રાજનાથ સિંહ થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લદાખની ઘટના અંગે જાણકારી આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news